આપણે ટીવી માં બીગ બોસ રમત જોઈ,
તેવી જ રમત આ. દુનિયા મા ઉપરવાળો
બીગ બોસ રમાડે છે જેનું વર્ણન નીચે કર્યું છે.
બીગ બોસ
________
આ તો બીગ બોસ ની રમત છે, જેનો હું પણ ગેમ પ્લાન બની ગયો,
આ મારૂ આ તમારૂ કરવા જતાં ,હું મારૂ પણ ગુમાવી ગયો.
રોજ પ્રભુ પાસે સુખ માંગવા જતા , મારો અને સાથે પ્રભુ નો સમય પણ બગાડતો ગયો,
આમ ને આમ સદા, તન અને મન થી પણ હું હારી ગયો.
એક્સ રે સાથે અનેક ટેસ્ટ કરાવ્યા પણ ડોક્ટર પણ કઈ ન કરી શક્યો,
આખરે ' માસ્ટર વે ' કઢાવતા હું હકીકત બધી પામી ગયો.
બે દાણા જ્યાં પડ્યા જમીન ઉપર હજારો દાણા હું પામી ગયો,
કંટકો સાથે દોસ્તી કરી,ફૂલો ની ફોરમ સદા માણી ગયો.
બે પથ્થર મર્યા ઝાડ પર અને ફળ સદા હું મેળવતો ગયો,
ફળ મુજ માટે નહી, એ તો ભૂખ્યા ને સદા હું ધરતો ગયો.
જીંદગી આખી ગુમાવ્યું ઘણું, એ ખોટ ને ચિતા ઉપર સળગાવાતો ગયો,
જીવનભર ની કમાણી ને આપના હ્રુદય માં
ફોરમ બની મૂકતો ગયો.
જીવન ની બાજી હારી ને જીંદગી ને જીતતો ગયો,
જીંદગી સાથે સોદો કરી બાજી મૃત્યુ ની પણ હું જીતી ગયો.
નોંધ: માસ્ટર વે નો અર્થ પારદર્શક ખૂબ બારીકી વાળો રીપોર્ટ.