Gujarati Quote in Microfiction by Pradip Gajjar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ભુલાયેલી યાદ. "

એક એસી વાળી ઓફીસ માં સાહિલ એકલો બેઠો હતો સાથે લેપટોપ માં ધીમા ધીમા ગીતો પણ ચાલુ હતા અને કોઈ ઊંડા વિચારો માં ખોવાયેલો હતો.ત્યારે મોનાલી ત્યાં આવી અને કહ્યું સર, 'હું અંદર આવી શકુ છું ? સાહિલ" હા આવ તારી જ ઓફીસ સમજ ! એણે પૂછ્યું કેમ આજે તું આટલી દુઃખી આત્મા લાગે છે શું થયું ? મનાલી એ જવાબ આપ્યો સર મને તમારી સલાહ જોતી છે ,મારા ૨ વર્ષ પેલા ના પ્રેમી સાથે મારે ઝગડો થયો અને હવે એ મારી સાથે કોઈ સબંધ રાખવા નથી માંગતો એના ૫ દિવસ થાય ગયા હજી એનો કોઈ કોલ નથી એ મને ભૂલી ગયો,પણ હું નથી ભૂલી શકી હજી રોજ રડુ છું એકલી બેસી ને,! .તમે કહો હું શું કરું ?કેમ ભૂલું એને ?
સાહિલ બોલ્યો ,તું શાંતિ રાખ બધા ની લાઈફ માં એકવાર આવું થાય છે .આ બધું બસ થોડા સમય માટે યાદ રેશે ,પછી પાછું બધું ભૂલાય જશે.તું ચિંતા ના કર તને કોઈ બીજો સારો મળી જશે ભૂલી જા એને એવા પ્રેમ માં કઈ નથી રાખ્યું .મને જો હું કેટલો ખુશ છું એકલો પણ...
આટલી વાત કરતા એનો હાથ ટેબલ પર પડેલા પાકીટ પર અડ્યો અને તે નીચે પડ્યું . મોનાલી એ જોયું એમાં આઠ વર્ષ પેલા એની જે પ્રેમિકા હતી એનો ફોટો હજી એમજ હતો ....તે સાહીલ ની સામે જોઈ રહી ...
સાહિલ નીચે નજર કરી એટલુજ બોલી શક્યો ," કોઈ ને સલાહ આપવી સહેલી છે પણ કોઈ ને ભૂલવું બોવ મૂશ્કેલ છે ..." આટલું બોલતા તેની આંખો ભીની થઈ ગઈ...

- પ્રદીપ ગજ્જર

Gujarati Microfiction by Pradip Gajjar : 111517208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now