ધર્મમાં અંધ તેને ધર્માધ કહેવાય,
પારણિયે છોકરુ રુવે
ડોશી માળા જપતી રહે,
ઘરના ની ગણતરી નહીં ,
ને મંદિરોમાં મૂર્તિઓ ગણે,
મંદિરોમાં મૂર્તિ સામે,
ચોખ્ખા ઘીના દીવા પ્રગટે,
ગરીબોના ઘરોમાં,
તેલના દર્શન દુર્લભ થાય,
મંદિરોમાં મૂર્તિ સામે,
છપ્પન ભોગ ધરાય,
બાહર ગરીબો ના બાળકોના,
જઠ્ઠરાગ્નિ સંકોચાય,
ઈશ્વર સૌના હૃદયમાં છે,
આત્મા એજ પરમાત્મા છે,
તો ધર્માધ બનીને શાનો ફરે
#ધર્માંધ