Gujarati Quote in Blog by ankit zala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોસ્ટ પુરી વાંચજો...👏👏👏
આજ કાલ દીકરી ને આમ રાખો, ફોન નઈ આપો, ફેસબુક ડિલેટ કરવો,છૂટ ન આપો,બસ દીકરીઓ ને જ શુ કામ, દીકરા ને કહો કે તમે કોઈ ની દીકરી ભલે ગમે તે જ્ઞાતિ ની હોય પણ દીકરી ઘર ની ઇજ્જ્ત છે,એમની છેડતી નહી કરતાં,ખરેખર આપડો સમાજ ક્યાં જશે, 💪🏻દીકરીઓ ને ચાંદ જેવી ન બનાવો કે બધા એને જોતા રહે, દીકરી ને સૂર્ય જેવી બનાવો કે એની સામું જોતા પહેલા તમામ ની નજર જુકી જાય, દીકરીઓ ને તમે ગરબા કલાસ, ડાન્સ કલાસ, સઁગીત ક્લાસ ના બદલે કરાટે ક્લાસ કરાવો કે 2-5 માણસો ને પછાડી શકે, અમને દીકરીઓ ને 21 મી સદી માં પણ મર્યાદા માં જીવતા આવડે છે,ગમે તે થાય તો પણ દીકરીઓ જવાબદાર, રહી વાત ફેસબુક ની તો આપને જણાવી દઉં કે ઘણા આપણા સમાજ ના દીકરા પણ અન્ય સમાજ ની યુવતી ની છેડતી કરતાં હોય છે, પહેલા તમે એવા ને શોધી એમનું fb બઁધ કરવો, હું મારા સમાજ અર્થે કાર્ય કરું છું,મારા સ્વાભિમાન અને કર્તવ્ય થી સભાન છું જયારે જયારે નારી ઉપર આંગળી ઉઠી છે ને ત્યારે ત્યારે મહાભારત સર્જાણુ છે. 😠દ્રોપદિ નું વસ્ત્રાહરણ ન થયું હોત તો મહાભારત ઉભું ન થયું હોત, તેમજ સીતા ના ચરિત્ર ઉપર રામે શઁકા ન કરી હોત તો સીતા જમીન માં ન સમાણાં હોત....આ મહાન ગ્રન્થ સતીના ચરિત્ર પર થયેલ શઁકા ના પ્રતાપે લખાણા છે,...માટે જે લોકો દીકરી બા ઉપર ખોટ્ટી આંગળી ચીંધી એમના સ્વમાન ને હાનિ પહોંચાડે છે તેમને જણાવવાનું કે સમાજ અમારા ક્ષત્રિયાણી થકી ટકી રહ્યો છે, ઘૂંઘટા માં બન્ને હાથે બન્ને પક્ષ ની આબરૂ સાચવી છે...પરંતુ અમારા સ્વમાન ને હાનિ પહોંચી ને તો જે દી તમને ક્ષત્રિયાણી નો કોપ વછુટસે ને તો આખો સમાજ ભસ્મીભૂત થઈ જશે,અને તેના જવાબદાર ખોટી શઁકા કરનાર હર એક વ્યક્તિ હશે.જેની દરેકે નોંધ લેવી.
કહેવાનો અર્થ એ જ કે દીકરી ને ભલે છૂટ આપો પરંતુ એને સમાજ ના નિયમો, સઁસ્કાર થી અવગત કરાવો.પછી કોઈ દીકરી બીજી હિંમત પણ નહી કરી શકે,છતાં પણ જે લોકો એમ કહેવા માંગે કે દીકરીઓ ને fb ડિલેટ કરવું એ લોકો ને એટલું કહીશ કે આ સૂચના નું અનુકરણ તમારા પોતા થી શરૂ કરો.

જય માતાજી

Gujarati Blog by ankit zala : 111514433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now