Gujarati Quote in Blog by Vidya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બાજ
એક સમય હતો જ્યારે આપણે બધા કોઈપણ પ્રસંગે પતરાળાંમાં જમતા હતાં જેને 'બાજ' કે 'પાતળ' પણ કહેવાય છે જમણવારની મીઠાસ અલગ જ હતી,ભલે પતરાળામાં દરેક વાનગી મિક્સ થઈ જતી તો પણ તેનો સ્વાદ અલગ હતો.આજે એ બધું ભુલાતું જાય છે આજે આપણે પ્લાસ્ટિક કે થરમોકોલ ની ડીશમાં જમતા થઈ ગયા છીએ,પતરાળામાં જમવાની જૂની પરંપરા ભૂલાતી જાય છે ધરતી માતાને નુકસાન પહોંચાડતા થઈ ગયા છે ખાખરાના પાનમાંથી પતરાળ બનાવતા હતાં જે આજના સમયમાં કાંચનારના અને બીજા પાનમાંથી પણ બનાવાય છે.જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હતું ,જમણવાર પછી પતરાળને જમીનમાં દાટી દેવામાં આવતું જેથી સમય જતાં જમીનને એક ખાતર મળી રહેતું અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેતી અને કયાંય ગંદકી કે કચરો ફેંકવાનો સવાલ રહેતો નહીં,પતરાળને માંજવી કે ધોવી પડતી નહીં જેથી પાણી પણ બચાવી શકાય અને કોઈ કેમિકલનો ઉપયોગ થતો ટાળી શકાય .કુદરતને પણ નુકસાન ન પહોંચે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેતું જ્યારે આજના સમયમાં આધુનિકકરણ કારણે થરમોકોલ, કે પ્લાસ્ટિકની ડીશનો ઉપયોગ વધ્યો છે જે ધરતીના અને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આજે ભુલાતી જતી પરંપરાઓમાં પતરાડનું પણ એક મહત્વ ધટતું જાય છે પતરાળના ઉપયોગથી ઘણા લોકોને રોજગારી મળી રહે છે,જે જંગલમાંથી સહેલાઈથી આપણને ઉપલબ્ધ છે.પતરાળના ઉપયોગથી પયૉવરણને નુકશાન થતું બચાવી શકાય છે.આમ.જ આપણું તેમ જ ધરતીનું સ્વાથ્ય જાળવીએ. -વિદ્યા પાડવી.

Gujarati Blog by Vidya : 111513834
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now