Gujarati Quote in Book-Review by Dipesh

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુસ્તકનું નામ : સેપિયન્સ -માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ
ભાષા - મૂળ હિબ્રુ- (ઉપરાંત અંગ્રેજી, હિંદી, ગુજરાતી સહીત 50 કરતા વધારે ભાષામાં અનુવાદ આ પુસ્તકનો થયો છે)
લેખક - યુવલ નોઆ હરારી (ગુજરાતી અનુવાદ- રાજ ગોસ્વામી)
પેઈજ સંખ્યા - 448
પ્રકાશક :  આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લી.
કિંમત - 399 (ઓનલાઈન ઉપર અલગ અલગ ડિસ્કાઉન્ટ સાથે કિંમત અલગ અલગ હશે)
(Amazone Kindle - 247)

" હું એ લોકો ને સેપિયન્સ વાંચવાની ભલામણ કરું છું જેમને માણસ જાતિના ઇતિહાસ અને ભવિષ્યમાં રસ છે."
~ બિલ ગેટ્સ

બિલ ગેટ્સ, બારક ઓબામા અને માર્ક જુકરબર્ગ જે પુસ્તક વાંચવાની ખાસ સલાહ આપે એ તો વાંચવા લાયક અને સમજવા લાયક હોવાનું જ. 

હોમો સેપિયન્સ - એટલે આપણો ઇતિહાસ સમગ્ર માનવજાતનો ઇતિહાસ, એક પછી એક થતી ક્રાંતિ શોધ, સમાજ અને તેના બદલવાનો વાસ્તવિક દસ્તાવેજ. પુસ્તકની શરૂઆતમાં જ એક ટાઇમલાઈન આપેલી છે જેમાં એકદમ સરળ રીતે પૃથ્વી ગ્રહના નિર્માણથી લઈને જીવનનું સર્જન, આદિમાનવ અને ચિમ્પાઝી(વાનર) થી આપણે માણસ(સેપિયન્સ) સુધીનું વિસ્તૃત વર્ણન અને અગ્નિ, કૃષિ જેવી અનેક શોધ અને ભવિષ્યમાં કેવી દુનિયા અને માનવનું જીવન હશે એનું સંભવિત આલેખન. બધા જીવોની શરૂઆત સરખી અને સાથે જ થઈ હતી છતાં અત્યારે મનુષ્ય(સેપિયન્સ) જ શુ કામ અને કેવી રીતે આખી દુનિયા ઉપર પ્રભુત્વ છે  તેની રસપ્રદ કહાની આ પુસ્તકમાં છે. આખું પુસ્તક ચાર ભાગમાં વહેચેલું છે.એકદમ રસાળ અને પ્રવાહી લેખન દરેક વસ્તુ અને વિષયની સાવ સામાન્ય માણસને સમજાય જાય અને આજના સમયને અનુરૂપ દાખલા આપી સમજાવ્યું છે.

ભાગ - 1 - બૌદ્ધિક ક્રાંતિ

14 અબજ વર્ષ પહેલાં થયેલ બિગ બેંગ થિયરીથી અસ્તિત્વમાં આવેલ પૃથ્વી ગ્રહ અને લગભગ 380 કરોડ વર્ષ પહેલાં  અસ્તિવમાં આવેલ પ્રથમ જીવ થી ધીમે ધીમે કેવી રીતે ક્રાંતિ થઈ તેનું વિસ્તૃત વર્ણન છે..અલગ અલગ પ્રજાતિઓ અને દેશીની માનવજાતના અસ્તિત્વ માટેની દંત કથાનું ટૂંકું વર્ણન અને આદમ અને ઇવન જીવન વિશેની માહિતી.

ભાગ - 2 - કૃષિ ક્રાંતિ

લાખો વર્ષો પહેલાં આપણા પૂર્વજો શિકાર કરતા કે જંગલોમાં ફળ ઇત્યાદિ ખાતા એમાંથી કૃષિ ક્રાંતિની સફર અને તેના લીધે કેવા બદલાવો માનવ જીવનમાં આવ્યા તેનું વર્ણન આ ભાગમાં છે. આ ભાગની શરૂઆતમાં જ લેખક લખે છે ઇતિહાસનો સૌથી મોટો ફ્રોડ કૃષિ ક્રાંતિ છે આખો ભાગ વાંચ્યા પછી થોડુંક અફસોસ અત્યારની સમગ્ર માનવ જાત પર થશે કદાચ.

ભાગ -3 - માનવજાતિનું એકત્રીકરણ

આપણા ઇતિહાસમાં કઈ રીતે રાજ્યો બન્યા અને સામ્રાજયો વિશે એક મસ્ત માહિતીસભર વિસ્તૃત અહેવાલ આપેલો છે. પૈસો, આર્થિક ક્રાંતિ વેપાર અને વિવિધ ધર્મ અને વિચાર ધારા વિશે પાયાની માહિતી આ ભાગમાં છે

ભાગ -4 - વૈજ્ઞાનિક ક્રાંતિ

છેલ્લા 50-100 વર્ષમાં વૈજ્ઞાનિક ક્રાંતિના લીધે માનવ જાતએ એક હરણફાળ પ્રગતિ કરી છે.એના ફાયદા પણ ઘણા થયા છે અને નુકશાન પણ થોડા ઘણા અંશે થયા છે કે થવાના છે. ટ્રાન્સપોર્ટ, ઈન્ટરનેટ, જીવવિજ્ઞાન જેવા અનેક વિષયો ઉપર આજે એટલું બધું સોધ અને સંશોધન થયું છે કે આવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. આને લીધે ભવિષ્યમાં આપણા પર કેવા પ્રભાવો પડશે એ પણ આછો ઇશારો લેખક એ આપી દીધો છે..

મારી નજરમાં આ પુસ્તક કોઈ ધર્મ ગ્રંથની જેમ બધા લોકોએ વાંચવું જોઈએ. પૃથ્વી અને આપણી જાત ના ભૂતકાળ વિશે ઘણી રસપ્રદ માહિતી લોજીકલ રીતે આ પુસ્તક દ્વારા મળે છે.

Gujarati Book-Review by Dipesh : 111510983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now