કોણ જાણે મન ક્યાં દોડી જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.
લાગણીના તાંતણે નથી બંધાતા જે,
એની ફરતે તાંતણા ગૂથે જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.
સાથે હોવા છતાં સાથે નથી હોતા જે,
એની સાથે ચાલવા દોડી જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.
પ્રેમની ભાષા નથી સમજતા જે,
એને જ પ્રેમ કરવા મથે જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.
કોણ જાણે મન ક્યાં દોડી જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.
#બેદરકાર