કોરોના ને માત આપો.......
કોરોના ના દર્દીઓનો ચોથો દેશ બન્યો ભારત,
ક્યાંથી આવી છે કુદરતની હોનારત,
કેસો વધે છે અને દર્દીઓ રોજ મરે છે,
છતાય લોકો કોરોના ની પરવાહ ક્યાં કરે છે?
દેશ, ”લોકડાઉન માંથી અનલોક” માં આવ્યો છે,
લોકો સમજે છે કે કોરોના હવે ભાગી ગયો છે,
ભાગી નથી ગયો કોરોના એ અહીયાજ છે,
હવે એને ભગાડવા સૌએ જાતે જ સાવચેતી રાખવાની છે,
“SMS” જે હંમેશા સાથે રાખે છે,
યાદ રાખજો સૌ એ જ કોરોનાને માત આપે છે,
“અનલોકમાં” આપડે સૌએ સાવચેતી રાખવાની છે,
“આત્મનિર્ભર” રહેવાની સાથે પરિવારની પણ સુરક્ષા કરવાની છે,
આપડા દેશમાંથી આ “મહામારી” ને દુર ભગાડવાની છે,