#સામાન
નવો સામાન આવતાજ
જૂનું જે સંઘરી રાખેલું છે
એ કાઢી નાખીએ તો જ
નવું મૂકી શકાય ને?
એમજ હ્રદય રૂપી માળીયા માં
જે જૂનું અને નકામું હોય
એવું શું કામ સંઘરી રાખવું?
કે પછી સાફ કરતા કરતા,
વર્ષો નીકળી જાય!!
જૂનું અને નવું ભેગું થાય
એટલે પાછી ગૂંચવણ ઊભી થાય!!!