અહી ક્યાં કોઈ સાચા!? .....
જાત છુપાવામા બધા પાક્કા
રડતા મોં ને સેલ્ફી માં હસી ને છુપાવે...
અને હસતા મુખ પાછળ સેંકડો જફા લઈ ફરે ...
રડતા ને હસાવવા મથે ને એને જ ફરી રડાવી દે...
અહીં ક્યાં કોઈ સાચા!? .......
જાત છુપાવવામાં બધા પાક્કા ......
દર્દ પૂછતા બધા મનોમન મલકાતા .....
કેમ છે તું? પૂછી કામ કઢાવતા .....
તો પણ આપણા ક્યાં પારકા!? ....
છતાંય અહી ક્યાં કોઈ સાચા ......
જાત છુપાવવામાં બધા પાક્કા ....
તન ધન થી ધારદાર ને મન થી બુઠ્ઠા ......
ચમકદાર જીવન પાછળ અંધારા માં છે આપણા જ..
મથ્યા કરું છું હુએ આ સુધારવા ......
પાછી પડું છું ક્યાક આ મઠારવા......
આખરે તો પણ એજ કે ક્યાં છે કોઈ સાચા!?...
જાત છુપાવામા બધા પાક્કા ........