તું જ તારો ગુરુ થા..
375 વર્ષ પહેલાં કવિ અખા એ તેમના અખાના છપ્પા ' ગુરુ અંગ' માં કહ્યું હતું તું જ તારો ગુરુ થા. તેણે પોતે જ પોતાના ગુરુ થવા કહ્યું હતું. અને જો તે વાત નો મર્મ જાણશો તો સમજાશે કે કેટલું તથ્ય છે આ શબ્દો માં.
માણસ હંમેશા થી બસ પોતાને સાચા અને બીજા ને ખરાબ ચિતરતા જ આવ્યા છે. પણ ક્યારેક જો આત્મ મંથન કરે અને પોતાની ભૂલ આત્મસાત કરે તો સમજાય કે મારા કાર્ય માં શું ખોટ રહી ગઈ હતી અને સામેની વ્યકિત એ કયા કારણ થી અનુચિત વર્તન કર્યુ તે સમજાય. કદાચ ભૂલ તે સમય ની તે સ્થિતિ ની પણ હોય તો તમે સામેના વ્યક્તિ ની જ ભૂલ છે એવું સાબિત નઇ કરી શકો. આવી સ્થિતિ માં જેમ ગુરુ તમને જ્ઞાન આપે તેમ તમે પોતાની જાત ને જ ઠપકારી શકો છો કે આ કામ ખોટું હતું, બીજી વખત હું થોડું સમજી વિચારીને વર્તન કરીશ.
માણસ નો ગુસ્સો અને અહંકાર તેને પોતાની ભૂલ સ્વીકારતા અટકાવે છે. તમે તમારા ગુરુ ની સલાહ લેવ છો કે તમે તમારા ગુસ્સા પર કાબૂ કેમ નથી કરી શકતા..હું શું કરું? તો આવી સ્થિતિ માં જેમ ગુરુ શાંત ચિત્તે તમને સમજાવે તેમ તમારે પોતાની જાતને સમજાવી જોઈએ , ઘણી વાર ફકત આત્મમંથન થી પણ ગુસ્સો કાબૂ માં એવી શકે. મૌન થી ઉત્તમ કોઈ શસ્ત્ર નથી. તમે મૌન રૂપી શસ્ત્ર થી કોઈને પણ પરાજય આપી શકો છો. પોતે જ પોતાના જ વિવેચક બનવું જોઈએ. કોઈ પરિસ્થિતિ માં તમને કોઈના માર્ગદર્શન ની જરૂર પડે ત્યારે પોતાની જાત ને સમજવાની કોશિશ કરો , કારણ કે તમારા પોતાના સિવાય કોઈ તમને સારી રીતે સમજી શકતું નથી.
જો વ્યક્તિ પોતે જ પોતાના ગુરુ બની જાય તો કોઈ પણ લડાઈ જીતી શકે છે.
આપ સૌ ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના 🙏
કુંજલ.