માડી તારા નવરાત થાય મન હેલકારે
શીદ પ્રસન્ન કરું મન ચઢે ઊંચે મિનારે
ઓઢણી કયા રંગની ઓઢું તને રીઝાવું
નવરંગી ચૂંદડીમાં આસમાની આભલુ
ઓઢણી ઓઢી ગરબા ઘૂમે રંગ સોભાગી
આશિષ દેજે મા આસમાની સોભાગ્યની
પ્રસન્ન થઈ માડી શુભ આશિષ આપોજો
પાનેતર ઓઢું સફેદ લાલ રંગ શુભદાયી
#આસમાની