પગ વિના પંથે હાલવું અને જાવું ગુરુજી ના દેશ
એવા દેશીરે મળે આપણ દેશ ના પહોંચાડે ગુરુજી ને સંદેશ
મનરે ચડ્યું મારવે અને સુરતા ચડી આસમાન
આરે કાયામા એક વિરડી અને પાણીડાં ભરેછે પાણીયાર
આરે ઉભો એક જોગીડો લીધા એને વેરાગી ના વેષ
આ પંથે જાવું દોહ્યલું નથી ત્યાં કોઈ નો સંગાથ
સાચો સંગાથી મારો સાયબો અને ઉતારે ગુરુજી ભવપાર..
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥