વ્યથાનો વરસાદ લખ,
અંતરનો અવસાદ લખ.
મનની મનમાં કેમ રાખે છે,
ટીપે ટીપે પ્રવાસ લખ.
ઘણું કહેવું છે પણ કહેવું કેમ..એમ સમજી..
બોલે નહિ ભલે તું..
શબ્દોથી અકળામણ અને..
વ્યથાનો પ્રાસ લખ.
આ સમય પણ નીકળી જશે..
વહેશે જીવન જળ નિર્મળ બની..
ખાબોચિયાને દોષ દેવા કરતા..
ઉઠ,ચાલ,આગળ વધ.
નવો વિશ્વાસ લખ..
શ્વાસનો સહવાસ લખ..
તારો નવો ઇતિહાસ લખ.
વ્યથાનો વરસાદ લખ,
અંતરનો અવસાદ લખ..
અશોક ઉપાધ્યાય. ✍🏻