નથી માંગતો હું દરેક માર્ગ ને બદલવા,
હું જંગલમાં પણ રસ્તો બનાવતા જાણું છું,
હું તો બસ મારા રસ્તા નો શું વટેમાર્ગુ,
બસ ચાલતા રહેવું મંજિલ સુધી તે જાણું છું,
રસ્તાઓ ક્યારેક મુશ્કિલ નથી હોતા,
બસ રસ્તાને સરળ બનાવતા હું જાણું છું.
જીવન નું સફર ક્યારેય પૂરી નથી થતી,
બસ ચાલતા રહો એટલે ચાલતી રહે તે જાણું છું,
સુખ દુઃખ આવ્યા કરે ને ગયા કરે,
ભાગ્ય ને સાથે લઈ હું ચાલવાનું જાણું છું,
જીત ગજ્જર
#વાસ્તવિક