તારી સાથે હસતા શીખ્યો હતો,
તું જ રડાવી ને જઈશ એ વાત જ ક્યાં હતી
તારી સાથે જીતતા શીખ્યો હતો
તું જ હરાવી ને જઈશ એ વાત જ ક્યાં હતી
તારી સાથે ફરતા શિખ્યો હતો
તું જ ફેરવી ને જઈશ એ વાતજ ક્યાં હતી
તારી જોડે થી જ મિત્રતા કરતા શીખ્યો હતો
તું જ મિત્રતા તોડી ને જઈશ એ વાત જ કયા હતી
તારી પાસે થી જ વિશ્વાસ કરતા શિખ્યો હતો
તું જ વિશ્વાસ તોડી ને જઈશ એ વાત જ ક્યાં હતી
તારી જોડે જ સ્વપ્ન જોતા શીખ્યો હતો
તું જ સ્વપ્ન બની જઈશ એ વાત જ ક્યાં હતી
તારી સાથે જ જીવતા શીખ્યો હતો
તું જ મને મારી ને જઈશ એ વાત જ ક્યાં હતી