ચાલવું તો ઘણું છે જો પગ મારા ને પગરવ તારો હોય તો
રડવું તો ઘણું છે જો આંખો મારી ને આંશુ તારા હોય તો
હસવું તો ઘણું છે જો હાસ્ય મારુ ને સ્મિત તારુ હોય યો
બોલવું તો ઘણું છે જો શબ્દ મારા ને લાગણી તારી હોય તો
સાંભળવું ઘણું છે જો કાન મારા ને શબ્દ તારા હોય તો
જીવવું તો ઘણું છે જો જીવન મારુ ને જીવ તારો હોય તો
વિહરવું તો ઘણું છે જો પાંખ મારી ને આકાશ તું હોય તો
વિચારવું તો ઘણું છે જો વિચાર મારા ને વિચારસરણી તારી હોય તો
તરવું તો ઘણું છે જો તરવાયો હું ને સાગર તું હોય તો
મરવું ઘણું છે જો જીવ મારો ને ખોળો તારો હોય તો
રેહવું તો સાથે છે જો સાથ મારો હોય ને હા તારી હોય તો