Gujarati Quote in Blog by Chetan Tanna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Anecdotal:-
ટાટા મોટર્સના સીનીયર અધિકારીઓ રોજ બપોરનું ભોજન સાથે લેતા હતા. રોજ અધિકારીઓ સાથે જ ભોજન લેતા કંપનીના અધ્યક્ષ સુમંત મૂલગાંવકર થોડા દિવસથી ભોજન વખતે ગાડી લઇ બહાર જતા રહેતા હતા અને ભોજન અવકાશ પૂરો થાય ત્યારે ઓફિસમાં પરત આવી જતા હતા. અધિકારીઓમાં એવી અફવા ઉડી કે ટાટા મોટર્સના ડીલર તેમને માટે પંચતારક હોટલમાં જમવાની વ્યવસ્થા કરે છે તેથી સાહેબ પંચતારક હોટલમાં રોજ જમવા જાય છે. અફવાએ કુતુહુલનું રૂપ લીધું અને એક દિવસ સુમંત મૂલગાંવકર જેવા તેમની ગાડી લઇ ઓફિસની બહાર નીકળ્યા કે તરત તેમની પાછળ અમુક અધિકારીઓ જાસૂસી કરવા નીકળ્યા ત્યારે ખબર પડી કે સુમંત મૂલગાંવકર એક ધાબા ઉપર પહોચ્યા અને ત્યાં ટ્રક ડ્રાઈવર ભોજન લેતા હતા તેમની સાથે ટાટાના ટ્રકના સારાં અને નરસાં પાસાં વિષે વાત કરતા જોવા મળ્યા. જાસૂસી કરવા નીકળેલા અધિકારીઓ ભોંઠા પડ્યા. ટાટા મોટર્સ દ્વારા આ મહાન વ્યક્તિની સ્મૃતિમાં ટાટા સૂમો નામની ગાડી બહાર પાડી છે. Sumant Moolgaonkar નામ અને અટક્માંથી બે અક્ષર લઇ SUMO ગાડી બહાર પાડી હતી. સુમંત મૂલગાંવકર જેવા મહાન ચેરમેનની આજે પુણ્યતિથી છે ત્યારે તેમના આત્માને શત શત નમન.

Gujarati Blog by Chetan Tanna : 111494424
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now