હરતી ફરતી
ગાતી મલકાતી
પવન સમી લહેરાતી એક છોકરી…..
ખુશખુશાલ છોકરી
ખિલખિલાટ છોકરી
હાસ્ય છલકાવતી છોકરી
હરતી ફરતી
ગાતી મલકાતી
ફૂલ સમી માહેકાતી એક છોકરી….
મુસકરાતી છોકરી
ખુશ રેહતી છોકરી
આનંદ મગ્ન છોકરી
વસંત સમી ખીલતી એક છોકરી ...
હાલતાં ચાલતાં શરમાતી છોકરી
જ્યાં જુઓ ત્યાં હસતી છોકરી
દરેક સ્થિતિમાં ખુશહાલ છોકરી
છાયામાયાની પાસ એ છોકરી
ભરબપોરનો છયાડો એ છોકરી
" ખુશાલી " એનું નામ જ છોકરી
વેલ માફક વિખરાતી છોકરી
ફૂલ સમી મહેકાતી છોકરી
ભાર બપોરે મૃગજળ છોકરી
શિયાળાની હુંફ છોકરી
વસંતમાં લીલુડી છોકરી
ઉમંગો ઉલ્લાસ છોકરી
" ખુશાલી " એનું નામ છોકરી.
@ Chetan Gohil