જિંદગીમાં ઘણું બધું
આડુ અવળું હોય છે!
કોઈ સંબંધ સીધા સટ
ને કોઈ આડા અવળા
હોય છે!
નિદ્રા અવસ્થા પણ
અજીબ હોય છે!
કોઈ સીધું તો
કોઈ આડા અવળા
સુવે છે!
કુદરત પણ કમાલ છે,
કયાં સીધી હોય
છે?
હર કોઈ ની
હસ્ત રેખા
આડી અવળી હોય છે!
મોત પણ સીધું નથી
આવતું અનિલ
આડુ અવળું કઈક બહાનું
લઈ આવે છે!
#આડુઅવળું