નજરોથી નજર મળે ને આડુઅવળું જોવા માંડે,
કરવા આવે વાત કંઈક ને શબ્દો ગોથે ચડવા માંડે!!
ઝલક મારી પામી મનનો મોરલીયો થનગનવા માંડે,
એકાંત મા પાછો કેવા ગીત રસીલા ગણગણવા માંડે!!
સમજાવે કોઈ એ પાગલને કદમ આગળ ભરવા માંડે,
તારી આ પ્રીતની રીત જોઈ મારુ દીલ ધડકવા માંડે.!!
#આડુઅવળું