.......... (આ) આડું વળેલું રે મનડું આમ,
.......... (ડું) ડુંબતું રહ્યું છે કેમ અવળું?
........... (અ) અકળાઈને ઉદાસ એ બેઠું,
............(વ) વહે મજધારે તે આડું આડું;
............(ળું) ગૂંચ'ળું રે વળે આડુંઅવળું!
.........(આડું) આડું ને આડું શોધે તે મારગ,
.......(અવળું) અવળું ગાડું વાળે એ નાહક;
(આડું અવળું) આડુંઅવળું વીંધાય ચાહક!
.... -- કેતન વ્યાસ
#આડુઅવળું