આ જિંદગી ફાવી નથી, ફાવી જશે,
જ્યારે મરણ સામે ચડી આવી જશે.
તારાં નિશાને તીર પણ લાગી જશે,
સાથે હશે કિસ્મત કદી જાગી જશે.
આંખો મહીં રે'શે નહીં કંઈ જ કે,
પાણી બધું ખાલી કરી સારી જશે.
આ કુંપળો ફૂટી ઉગી ફળશે ઘણી,
નિજ બંધ આંખો લાગણી વાવી જશે.
મેં લાજ રાખી કે, મદદ માંગી નહીં,
અમને હતો ડર એમની યારી જશે.
ત્યારે હ્રદય જલશે ઘણું, જ્યારે અહીં,
યાદો ઘણી આવી મળી ભાગી જશે.
કોઈ જશે એવી રીતે કે જીવ હો,
મારી ગરજ આવી ઘડી લાવી જશે!
તું આ સરેઆમ ગા નહીં અવગુણ કે,
નીચી અહીં એની નહીં તારી જશે.
તરતાં ન આવડતું ભલે ને અક્ષને,
ટુંકાવશે જીવન નદી ત્યાગી જશે.