🏠ઘર
એક સરસ મઝાનું ઘર,
એમાં વસે એક નારી અને નર,
એક બીજાને હસે હસાવે,
જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર..
ત્યાં ઓચીંતું એક દિવસ ,
હાથ લાગ્યું એક યંત્ર,
હવે ના કોઈ હસે ,ના કોઈ રમે
છિન્ન ભીન્ન થયું ઘરનું તંત્ર,
ના કોઈ સાંભળે ,ના કોઈ બોલાવે
બસ રાત દિવસ જપે મોબાઈલ મંત્ર.......
રહે એક જ ઘરમાં તોય,
જાણે જોજન અંતર,
દુનિયાના પળ પળની ખબર,
દૂર થયા એકબીજાના અંતર,
લાગણી પ્રેમ મરતા રહ્યા,
સંબંધોમાં વધતું રહ્યું અંતર...
એપ્સ ફેરવે , ટાઈપીંગ કરે ,
ઢગલાબંધ ઈમોજી મોકલ્યા કરે
Fb આખો દિવસ જોયા કરે,
અજાણ્યા ચહેરાને રિકવેસ્ટ મોકલ્યા કરે,
એકબીજા સામે ભસ્યા કરે,
ખોટે ખોટું હસ્યા કરે,
હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ,
ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ,
બેટરી ખતમ થતી રહી...
સંબંધો ખોખલા થતા રહ્યા..
તમને શું લાગે છે...??
ચાર્જ કરવાની જરૂર કોને ???
મોબાઇલને...કે સંબંધોને......?
🤝🏽 લાગણીના સરનામા અને આપણે 🤝🏽