#હાઈકુ
#મિલન
નીચે ૧૭ અક્ષર અને તેનાથી બનાવેલા ૮ શબ્દો ને અલગ અલગ રીતે ગોઠવી ને દરેક હાઈકુ નો કૈંક જુદો જ અર્થ નીકળે તેવો પ્રયાસ કર્યો છે. પણ ગહન અર્થ તો એક જ છે, પ્રિયતમ તેની પ્રેયસી ને પ્રેમ કરવા ઝંખે છે પણ આ વરસાદ વરસતો નથી. આપ સહુ ને મઝા આવશે.
1.
થાય અમારું
પણ મિલન, જો તું
વરસે આજ.
2.
થાય અમારું
પણ મિલન આજ,
વરસે જો તું.
3.
થાય અમારું
પણ મિલન, આજ
જો તું વરસે.
4.
અમારું પણ
મિલન થાય, આજ
જો તું વરસે.
5.
અમારું થાય
આજ મિલન, પણ
જો તું વરસે.
6.
જો તું વરસે
આજ, અમારું પણ
મિલન થાય.
7.
મિલન થાય
પણ જો તું વરસે
આજ, અમારું.
8.
આજ અમારું
મિલન થાય, પણ
જો તું વરસે.
9.
તું જો વરસે
આજ, પણ અમારું
મિલન થાય?
10.
તું વરસે જો
આજ, અમારું પણ
મિલન થાય.
11.
તું જો વરસે
આજ પણ, મિલન
અમારું થાય.
મઝા આવી?!