ક્યારેક ....
તું મને ચાહતો હતો....
પણ આજ પણ એ ચાહત મોજુદ હશે!
ખાલી બાંકડા પર ન પુરાયેલી એ જગ્યા...પુરાશે કે કેમ...
પણ આ ભ્રમ માં રાચવું મને આજ પણ ગમે છે
તું નથી મારી પાસ પણ આસપાસ તારો સ્વાસ્ મને ગમે છે
કદાચ તું મને ના પણ જંખતો હોઈ આજ
પણ મારે તારી જંખના કરતા રહેવું છે
આ જન્મ....હર જન્મ...બસ તારી જ તલબ...
હા ના કહે તું તો કોઇ વાત નથી પણ
ના કહી ને મારા હસીન ભ્રમ ને ભાંગીસ નહિ
કેમ કે એ ભ્રમ ના સહારે જ હું આજ સુધી જીવતી રહી છું
સતત બસ...એજ કે હજુ પણ હું તારા ખ્યાલો માં છું
પણ તારી આસપાસ ની દુનિયા એટલી વિસ્તરી ચુકી છે
કે હું તો પહોંચી નથી સકતી ત્યાં,પણ મારા અહેસાસ ને પહોંચતા પણ જન્મારો લાગશે...
શાયદ....
©ગીતા એમ ખૂંટી
1/7/2020