તારી રાહમાં રસ્તે ઊભો રહ્યો ને...
એજ મારી ભૂલ હતી...
તું પાછળ રસ્તો ભટકી ગઈ હોઈશ
એવું વિચારી જે હું પાછો વળ્યો ને...
એજ મારી ભૂલ હતી...
તું મારાથી આગળ વધવાની ઇચ્છાથી
બીજો રસ્તો અપનાવી શકે,
એવું ના વિચાર્યું ને...એજ મારી ભૂલ હતી...
તોય તારી સમકક્ષ ઉભો છું આજ,
હવે બહાનું કાઢીને એમ ના કેજે,
કે જે થયું એમાં પણ...મારી જ ભૂલ હતી...
વિચારી જો, ઉભો છું, ચિંતા ના કરજે,
આગળ નહી વધું...દગો આપતા નથી શિખ્યો...
એ તો બસ ખોટાં માણસ પાસે પોતાને સમજવાની
આશા રાખીને...એજ મારી ભૂલ હતી...