આપો જો કંકોત્રી તો કિતાબમાં આપજો,
બે - ચાર આંસુ મને હિસાબમાં આપજો.
આમ તો પીતો આવ્યું છું હળાહળ રોજ,
ખતમ કરવા ઝેર મને શરાબમાં આપજો.
પ્રતીક્ષા ત્યાં પણ રહેશે તમારી મને સદા,
કબર પરનું સ્મિત, જવાબમાં આપજો.
ન આપે દોષ આ દુનિયાદારી તમને, તેથી,
રહે હાસ્ય વદને, સ્મિત નકાબમાં આપજો.
મનોજે હરેક ક્ષણો વિતાવી છે મહેફિલ માં,
મળે શાંતિ મને એકાંત ખિતાબમાં આપજો.
મનોજ સંતોકી માનસ