#જુવાંન
આજ નો જુવાન એટલે,
હાથ માં ફોન અને કાન માં ઇયર ફોન,
પાસે બેસેલાઓ ને દૂર રાખી,
દૂર રહેલા ઓ સાથે વાતો કરવી,
જે મિત્રો દૂર છે તેને પ્રાથમિક્તા આપવી,
અને જે ઘર ના સભ્યો છે એની અવગણના કરવી,
હૈયા ની વાત દૂર રહેલાઓ ને કરવી!
એ તમારી મુશ્કેલી કેવી રીતે હલ કરી શકે?
જરૂરી છે માતા પિતા ને મિત્ર બનાવવા,
તમને બે લાભ મળશે,
તમારા ખભા ઉપર હાથ મૂકી,
એમના અનુભવ ના આધારે,
તમને બે સલાહ પણ મળશે,
અને પાછા એજ હાથ થી,
આશીર્વાદ પણ મળશે,
જે ખરેખર તમારી સાચી પરવા કરે છે!