સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
૨૯-૬-૨૦૨૦ નું પરિણામ
નિર્ણાયક:- કૃપાબેન શામરીયા
લઘુ વાર્તા વિજેતા
દ્વિતિય નંબર:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
📗 સાહિત્ય સંગ્રહ✒ સ્પર્ધા
➖➖➖➖➖➖➖➖
શીર્ષક:- જીવનરંગ
➖➖➖➖➖
પ્રકાર:- લઘુકથા
➖➖➖➖➖
વિરેનના માવતરનો આગ્રહ કે દેશમાં આવી વતનની છોકરી જોડે લગ્ન કરવા.માવતરના આગ્રહથી વતન આવી એમ.એસસી.થયેલી હીના જોડે લગ્ન કરી એકાદ મહિના માં પરત ગયો.
રહ્યો ત્યાં સુધી હીના તો જાણે સાતમા આસમાને વિહરતી હોય એવું અનુભવતી. જ મહિનામાં હીનાને વીસા મળી જતાં મધૂર જીવનરંગનાં સપના જોતી પહોંચી ગઈ.
વિરેન લેવા આવ્યો સાથે આવેલી ફ્રેન્ડ મેરી છે એવી ઓળખાણ આપી.ઘરે જતાં જ હીનાનો પાસપોર્ટ લઈ લીધો.અને કહી દીધું કે મેરી અંહી જ રહેછે. સાંભળતાં જ હીનાએ જોયેલ રંગીન જીવનરંગ ના સપના ચકનાચૂર થઈ ગયા. વિરેન હંમેશા ઘરને તાળું મારી ને જતો.ઘરમાં ફોન નં મળે.પોતાની હાજરીમાં મોબાઇલ પરથી હીના ના ઘરે વાત કરાવે એટલે બધાને એમ જ કે રંગીન જીવનરંગ ના હીના નાં સપના સાકાર થયા.
હીનાએ કોઈ પ્રતિકાર ન કર્યો,મગજ કામે લગાડ્યું. પાસપોર્ટ ની ઝેરોક્ષ એની પાસે હતી.બહાર જવાની તક ની રાહ જોતી હતી.એક દિવસ મળી ગઈ.
એક દિવસ ચિક્કાર દારૂ પી ને વિરેન આને મેરી આવ્યા, ઉંઘી ગયા. રોજ રાત્રે હીના નો રૂમ લોક કરી દેતા. તે દિવસે ભૂલી ગયા. હીના ધીમે રહીને બહાર નીકળી રસ્તા પર ચાલતી જતી હતી ત્યાં પોલીસ ની નજર પડી.હીનાની વાત સાંભળી પાસપોર્ટ ની ઝેરોક્ષ લઈ હીના સાથે પોલીસ ઘરે પહોંચી ઉંઘતા વિરેન ને ઝડપી પાડી પૂરી દીધો લોકઅપમાં.
હીના ના કાયદેસરના હક્ક હતા એટલે ત્યાં રહી.પોલીસે ખૂબ મદદ કરી, છૂટાછેડા અપાવ્યા.
હીના ત્યાં જ રહી.સમય જતાં પોતાના માવતરને તેડાવી સાથે કામ કરતા યુવક મેહુલ સાથે લગ્ન કર્યા.જીવનરંગ નાં જોયેલાં રંગીન સપનાં સાકાર કર્યા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૨૯-૬-૨૦૨૦