#જુવાન
🌹🥀 સપનાઓ મારા તરવરી રહ્યા,
હું જ છું જુવાન,
હા હું એજ છું વિર જવાન,
થનગની રહ્યુ હતુ મારુ મન,
મા ભારતી કાજે,
હા હું એજ યુવાન છું,
મારી પણ મસ્તી હતી,
તારી સાથે ખેલવાની મા,
તારી કણ કણ માં હતી હસ્તી મારી,
બની મારી કસતી તને સ્પર્શવાની,
હતી મારી ઝંખના સૂરવીરતા ને પામવાની,
રજ રજ માં માટી ની સુંગંધ પ્રસરી,
મને બનાવ્યો માળી,
હું બન્યો ફૂલ નો રખેવાળ.
જાણ્યો મને વીર જવાન શહીદ,
મા ભોમ કાજ,
તારો સોણિત પુત્ર થવા,
અવતાર ધરીસ,
મારી જનેતા ના કુખે,
મારી મા નો બન્યો,
હું શુરવીર પુત્ર.....
મારા પિતાની કાંધી ઉપડવાને બદલે,
હું જ ચડ્યો કાંધી એ,
મા તારી ભોમ કાજે.......
હા હું એજ જુવાન છું.
ના જાણી મારી એ,
વિરાંગના ની સહનશક્તિ,
ઘરે રહીને પણ,
બનાવ્યો મને નીડર,
પળે પળે આપ્યો મને,
જન્મ જન્મ નો સાથ.
હા હું એજ જુવાન છું,
મસ્તી માં ચૂર છું.........
મારા બાળકો ની રખેવાળ ,
તો એ મારી વિરાંગના છે,
તેથી તો હું બન્યો છું તૃપ્ત.......
મારા એ સોણિત રક્ત થી,
તારા કપાળ પર તિલક મારુ 'મા',
હા હું એજ જુવાન છું.
'મા' ભારતી કાજે, શહીદ થવા માટે ,
જન્મ લઈશ જન્મો જન્મ,
દુશ્મનોને વાળીશ પાછા,
મારી એક હાકલ થી......
ખમી જા ઘડીક બે ઘડીક મા.....
હું પાળિયો બનીને નહિ રહું,
જન્મ ધરીસ તારી કાજે,
એ ગગન ની ઊંચાઈ, માપવા માટે,
સોણિત રક્ત થી ભરપૂર છું,
હા હું એજ જુવાન છું.
મસ્તી માં ચૂર છું,......🙏
✍️માહી