સમય ચલિત છે રોકાતો નથી, મને રોકવું પણ નથી.
સમયની સાથે જીવી લેવું એ જ સાચી ગણતરી છે.
વરસો વિતી જાય છે જિંદગીના, જોત જોતામાં,
દરેક દિવસે જીવી લેવું એ જ સાચી ગણતરી છે.
આજ છે એ કાલ ક્યાં રહેવાનું છે ??
એક પળ થોભી તમારી આસપાસ જોઇ લ્યો....
આ રંગીન દુનિયાના એક ખુણામાં,
મુશ્કેલીઓ ના ઘેરામાં, સુખી આંગણામાં.
બધું ભૂલી બધું ભુલવા એક સ્મિતની ગણતરી છે.
આંખોમાં સપનાંઓના રસ્તા ખોજી,
ચાલ્યા છીએ ઘણુંખરું છોડી,
ક્યારેક યાદ ભુતકાળની, વર્તમાન છોડવા જણાવે છે.
પણ, યાદોને તાજી કરી, થોડુંક રડી,
દિલની કબાટ ફરી સજાવવાની ગણતરી છે.
- ભાવિકા ગોર