Gujarati Quote in Thought by Tr Mrs Snehal Rajan Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુવાન કોને કહેવો? ઉંમરને આધારે જે જુવાન છે તે કે પછી મનથી જે જુવાન છે તે. શકય છે કે ઉંમરથી જુવાન હોય એની એટલી પણ તાકાત ન હોય કે 2 કિલોમીટર દૂર સુધી ચાલી શકે. આજકાલના બાળકોને નાનપણથી જ એટલી બધી સગવડો આપવામાં આવે છે કે એઓ કોઈ પણ તકલીફ કે થોડો પણ શારિરીક શ્રમ સહન કરી શકતા નથી. આવા બાળકો જુવાન થાય તો પણ શારિરીક રીતે તો નબળા જ રહે છે.
તમામ સુખ સગવડ ભોગવનાર અને થોડો પણ શારિરીક શ્રમ ન કરનારને માનસિક તણાવ કે પછી સામે આવતા પ્રશ્નોનો સામનો કેવી રીતે કરવો એ ખબર જ નથી હોતી. આવા લોકો તમામ પ્રકારના સાધન સંપન્ન હોવા છતાં ખુશ રહી શકતા નથી. અંતે માનસિક તણાવમાં પોતાનું જીવન ટૂંકાવી દે છે.
બાળક નાનું હોય ત્યારથી જ એને થોડી તકલીફો કે થોડા પ્રશ્નો એની જાતે જ ઉકેલવા દો. ઘરમાં મોબાઇલ કે ટીવીની સામે બેસાડી રાખવાને બદલે બહાર અન્ય બાળકો સાથે રમવા મોકલો. અન્ય લોકો સાથે કેમ ભળવું તેની તાલીમ ત્યાંથી જ મળશે. જુવાન થયા પછી જ્યારે ક્યાંક નોકરીએ જશે કે પછી પોતાની કંપની સાચવશે તો પણ જો અન્ય લોકો સાથે કેવી રીતે અનુકૂલન સાધીને રહેવું એ ખબર નહીં હશે તો ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં.
ઘણી વાર આપણે જોઈએ છીએ 25 વર્ષનો જુવાન જેટલી સ્ફૂર્તિ નથી બતાવતો એનાં કરતાં વધારે સ્ફૂર્તિ તો એક વૃદ્ધની હોય છે. આ વૃદ્ધ એક જુવાનને પણ શરમાવે એવો તરવરાટ ધરાવે છે. આ જ બતાવે છે ઉંમર તો માત્ર નિમિત્ત છે, તમારી માનસિકતા જ તમને જુવાન કે વૃદ્ધ બનાવે છે.
ઘણી વાર બીજાની સામે પોતાની જુવાનીનું જોશ બતાવવાના ચક્કરમાં જુવાનો પોતાને જ નુકસાન કરી બેસે છે.
સ્ફૂર્તિ, સહનશીલતા, ધૈર્ય, મદદરૂપ થવાની ભાવના, વડીલો પ્રત્યે સન્માન, સ્ત્રી સન્માન, બાળક પ્રત્યે પ્રેમ, ગરીબો અને લાચાર પ્રત્યે કરુણા, જરૂરિયાતમંદને મદદ કરવાની ભાવના - આ તમામ ગુણો જો ન હોય તો જુવાન રહેવાનો કોઈ અર્થ રહેતો નથી.
જુવાન હોવાનો મતલબ એ નથી કે તમે છોકરીઓ સામે હીરોગીરી કરો, કે કોઈ છોકરી જુવાન હોય તો તૈયાર થઈને છોકરાઓને આકર્ષવાનું કામ કરવાનું. જુવાન હોવું એટલે કે સમાજને શકય એટલા મદદરૂપ થવું અને દેશની પ્રગતિમાં પોતાનુ યોગ્ય યોગદાન આપવું.
#જુવાન

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111490397
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now