"જુવાન" કેવો શબ્દ છે, નહીં!!! જુવાન એટલે સોળથી ચાલીસ વરસની ઉંમરનો ગાળો એવું કહી શકાય ખરું? મારા મતે, ના કહી શકાય.
જુવાન એટલે મનથી, તનથી દરેક કાર્યક્ષેત્રમાં હોંશે હોંશે પોતાનો જુસ્સો બતાવી શકે, પોતાની રીતે યોગ્ય નિર્ણય લઈ શકે કે જેનાથી કોઈને પણ આડકતરી રીતે નુકશાન ન થાય એનો ખ્યાલ રાખી શકે, એવી માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ, એ પછી કોઈ પણ ઉંમરની હોય બાર વર્ષની હોય અથવા બાણું વર્ષની પણ હોય.
માનસિક રીતે મજબૂત વ્યક્તિ બાણું વર્ષ પછી પણ જુવાનની જેમ રહી શકતા હોય.
તેજલ
#જુવાન