Gujarati Quote in Poem by Mital

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ફર્ક પડે છે તું મને પ્રેમ કરે કે ના કરે,
હું કરું છું ને એટલું બસ નથી?
શું ફર્ક પડે છે તું મને યાદ કરે કે ના કરે,
હું કરું છું ને એટલું બસ નથી?

તું દૂર છે એટલો જેટલો ચાંદ પણ નહિ હોય
હું તને યાદ કરું છું જેટલો તને મારો ચહેરો યાદ પણ નહીં હોય
શું ફર્ક પડે છે તારો દીદાર શક્ય નથી
તારી તસ્વીર મારી આંખોમાં કેદ છે એટલું બસ નથી?

તારા હાથમા હાથ રાખી ચાલવું મારા નસીબમાં નથી
તારા ખભા પર માથું મૂકી રડવું મારા નસીબમાં નથી
શું ફર્ક પડે છે મારા નસીબમાં તું નથી
મારા દિલમાં તું છે ને એટલું બસ નથી?

તું હકીકતો માં નથી મળતો પણ હું ખ્વાબોમાં મળું છું
તું રોજ રાત્રે મારી બાહોમાં નથી હોતો પણ
સપનાઓમાં તને સાથે લઈને ચાલુ છું
શું ફર્ક પડે છે તું મારા હાથોની લકીરો માં નથી
તું મારી દુઆઓમાં છે ને એટલું બસ નથી?

તારી જિંદગીમાં મારું કોઈ મહત્વ નથી
તારા દિલમાં મારું કોઈ આતિત્વ નથી
શું ફર્ક પડે છે તારા ખ્વાબોની શહેજાદી હું નથી
તું મારા સપનાનો રાજકુમાર છે ને
એટલું બસ નથી?

જીસ્મ થી જીસ્મ મળવાથી ક્યાં પ્રેમ પૂર્ણ થાય છે
સંપૂર્ણ જિંદગી સાથે રહેવાથી પણ ક્યાં પ્રેમ થાય છે
શું ફર્ક પડે છે હું તારી પ્રત્યક્ષ નથી
હું તારી આત્મા માં છું એટલું બસ નથી?

સમય રહેતા બધાની પસંદ બદલાઈ જાય છે
હમસફર તો એક જ રહે છે હમદર્દ બદલાઈ જાય છે
શું ફર્ક પડે છે જરૂરિયાત પ્રમાણે તું પણ બદલાઈ જાય
મારી જિંદગીમાં તારું સ્થાન ક્યારેય નહિ બદલાય
એટલું બસ નથી?

તે ક્યારેય નથી કીધું કે તને મારી સાથે પ્રેમ છે
મને કોઈ ખ્વાહિશ નથી તારાથી તો તને
મારાથી શિકાયત કેમ છે
શું ફર્ક પડે છે તું મને મળવા આવે કે ના આવે
હું તારો ઇન્તેઝાર કરું છું ને એટલું બસ નથી?

તું મને પ્રેમ કરે કે ના કરે હું કરું છું એટલું બસ છે
તું મને યાદ કરે કે ના કરે હું કરું છું એટલું બસ છે

28/6/2020 9AM

Gujarati Poem by Mital : 111489959
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now