આણું
--------
સારથીને વાંચનનો અનહદ શોખ એટલે થોડુંક લખતાં પણ શીખી હતી.અભ્યાસ સિવાયના કેટલાય પુસ્તકો તેણે ઘરમાં વસાવ્યા હતા.એ હંમેશા માં ને કહેતી" હું સાસરે જઈશ ત્યારે પણ આ બધા જ પુસ્તકો આણાંમા લઈ જઈશ..." પણ સમય સમય બળવાન હોય છે.
સારથી માટે સારું સાસરું તો મળ્યું પણ એ લોકોએ કહેવડાવ્યું કે અમારું ઘર નાનું છે અને તેમની દીકરીના અભ્યાસના પુસ્તકોથી જ કબાટ ભર્યા છે, એટલે હવે આ કોથળા ભરાય એટલા પુસ્તકો મુકવાની તો જગ્યા જ નથી.અને સારથી પોતાની ઈચ્છાનુંવર્તી મુજબ ન વર્તી અને મનોમન સ્વીકારી લીધું ને આણાંમા કોથળો ભરીને વાસણો લઈને એ સાસરે આવી.
#ઈચ્છાનુવર્તી