સમાજ ના વર્ણનોમાં ઘેરાયેલા આપણે
ક્યાં ઈચ્છનુવર્તી રહેવાના?
પરિવારની ઈચ્છાઓ પૂર્તિ કરનારા
ક્યાંથી ઈચ્છાનુવર્તી રહી શકવાના?
નોકરી કરતા કરતા એને સાચવવાની પડોજણમાં
શું આપણે ઈચ્છાનુવર્તી રહી શકવાના?
ના રહ્યું મન આપણું બાળક જેવું,
કે ના રહ્યાં આપણે કોરાં કાગળ,
કામનાઓને સાધન સમજનારા આપણે
કેવી રીતે ઈચ્છાનુવર્તી રહેવાના?
ઈચ્છાનુવર્તી બનવા કાજ અબોધ થવું પડે,
સાધનો ત્યજી સાધક થવું પડે.
પાર ને પેલે પાર,
'બુદ્ધ' થવું પડે, 'ભીષ્મ' થવું પડે!!!!
#ઈચ્છાનુવર્તી