Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટુંક સમયમાં "નવરાત્રી" આવશે, વર્ષોથી નવરાત્રિનું મહત્વ રહ્યું છે. બીજાને રાસ ગરબા રમતા જોઈ મન બેકાબૂ થઈ જાય છે. ભગવાન *શ્રીકૃષ્ણ* નું પણ આવું જ છે. જ્યારે રાસ રમતી ગોપીઓને તે જુવે છે, ત્યારે તેમને રાસ રમવાની પ્રબળ ઈચ્છા થઇ જાય છે. આ મોહક પ્રસંગને કાવ્યમાં આલેખી આપની સમક્ષ ટુંકુને હ્રુદય સ્પર્શી કાવ્ય રજૂ કરું છું. આ શબ્દકવ્યાંજલીથી આનંદ અનુભવાશે તેવો મને વિશ્વાસ છે.
------------------------------------------------------
*કાવ્ય શીર્ષક - કૃષ્ણ ઈચ્છાનુવર્તી વશ થયો*

ઈચ્છા અલબેલડી, વિમલ રસવેલડી
પ્રમદ પ્રણય પ્રગટાવતી મુજ સાહેલડી

ગગન ગર્જાવતી વર્ષા તહી વિશ્વ રેલાવતી
અજબ ગજબ અવરોહવતી ચરણ ધરતી

ગાનરસલીન થૈ ભવભાન સહજ ભૂલાવતી
સાહેલડી સંગે નવલરસ રસનિર્ઝરે નવરાત્રી

વદન વસી મન ભવર વસતા નૃત્ય નૃત્યાંગીની
ગોપી નખરાળી કામણગારી નયને નીર પૂરતી

હું મનગતિથી મલપતો, ઈચ્છાનુવર્તી વશ થતો
રમુ રાસ સહિયરસંગ અનિલ જતો ગાન ગાતો.

#ઈચ્છાનુવર્તી

Gujarati Poem by Ashvin Sutariya : 111489702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now