સ્મરણો આપણાં અવિસ્મરણીય બની શક્યાં હોત,
જો આપણે એક બીજા સાથે રહી શક્યાં હોત,
આપણી ઈચ્છાઓ પ્રમાણે કયા કઈ થાય છે પ્રિયે,
નહીં તો સ્મરણો સાથે બેસી વાગોળી શક્યાં હોત,
તમ આંખોમાં આંસુ અને મુજ કર મહીં કલમ ન હોત,
જો એક બીજાની ઈચ્છાઓ કોરાણે મૂકી શક્યાં હોત,
પામર મનુષ્ય છે આપણે, કઈ નથી આપણાં હાથ માં,
કર્મો સામે નમવું પડ્યું, બધી ઈચ્છા હરિનાં હાથ માં.
(ચાંદ)
#ઈચ્છાનુવર્તી