ઓનલાઇન
_-_-_-_-_
ઓનલાઇન થયા પછી, લાઈન મા રહ્યું ન કોઈ,
લાઈન માં રહેલા મિત્રો માટે સમય ન રહ્યો કોઈ.
નજીક ના ને દૂર કરી, દૂરના થયા નજીક,
ઓનલાઇન થયા પછી, લાઈન મા રહ્યું ન કોઈ.
પાસે રહે છે કોણ અને પોતાના છે કોણ,
ઓનલાઇન વારા માટે હવે મારું રહ્યું ન કોઈ.
દુઃખ આવે કે સુખ, અપલોડ થયું બધું,
શું સંતાડવું શું દેખાડવું હવે ખ્યાલ રહ્યું ન કંઈ.
દેખાડા ની દુનિયા મા દેખાણું મને ન કોઈ,
જરૂર પડ્યે વાલા, ચેટિંગ વારા આવ્યા ન કોઈ.
ઓનલાઇન થયા પછી, લાઈન મા રહ્યું ન કોઈ,
લાઈન માં રહેલા મિત્રો માટે સમય ન રહ્યો કોઈ.
✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કચ્છ)