આપણને આપના જ લોકો,
આપણી સામે કોમેન્ટ કરે,
આપણું માન ઘવાય તેવું કરે,
આપણી લાગણી દુભાય,
તેવા વચનો બોલે ને ત્યારે,
તેમને ક્યાં ખબર હોય છે,કે......
શબ્દો થી વીંધાય છે એ દિલ.
અને એ અંતર ના હૈયા કેટલા રડે છે, છાના માના,...
ને ભીંજાય જાય છે,એ દિલ.....
દિલ માંથી, નીકળેલા રેલા,
ક્યાં દેખાય છે,આ જગત ને,...
બાકી રહે છે, ને તો ,
માત્ર એ આંખનું ભીંજાવા નું.
એ ઘર ના ખૂણાઓ,
પણ ભીંજાઈ ને ભીના ,
થઈ ગયા હતા....,
તેના આંખોના આંસુ થી......
પણ, તે બોલનારા લોકો ને ,
ક્યાં ખબર હતી કે,
તલવાર ની ધાર ની માફક,
એ શબ્દો કેટલા ધારદાર હતા.
આરપાર સોંસરવા ઉતરી ગયા,.....
કે,તેના ઘા રૂઝવવા મલમ પણ,
ક્યાં મળે છે,આ જગત ના બજારમાં,
✍️માહી