થયું છે મુજ હ્રદય ભીનું
તારી પ્રેમલ લાગણીઓ થી
જેમ ફુલ ની કુંપળ પર્
પડતું ભીનું બિંદુ,
મારી સ્નેહ નીતરતી
આંખો માં તારી યાદોના
અશ્રુધારા વહી રહી
થઇ ભીની યાદો,
મન પર્ છવાયા છે તારી
દરેક વાતો અને સપના ના
વાદળો, વરસ સે તુજ પર્
બની મારા અશ્રુ,
દેખાય રહ્યું છે ધૂંધળું
મુજ ને ચારેકોર, પાપણો
ની ભીનાશ થી, રાહ છે
તું આવે ત્યારે સુકાય
#ભીનું