આંખો ની ભીનાશ તો સૌ ને દેખાય છે
દિલ ની ભીનાશ કોઈ ઓળખી જાય તો બસ છે
મારા સ્મિત થી તો ઘણા રાજી થાય છે
મારા ઓશિકા ની ભીનાશ કોઈ ઓળખી જય તો બસ છે
વરસી હું બધા પર પ્રેમ થી
મને કોઈ ભીની કરે વહાલ થી તો બસ છે
લાગણી છોડ સતત ભીનાશ માંગે છે
કોઈ પ્રેમ નું પાણી રેડી ભીની રાખે દિલ ની માટી બસ છે
#ભીનું