#હુંફ
નાનપણ કદાચ એટલે જ,
ખૂબ યાદ આવે છે,
અને એ ગયા પછી,
ક્યારેય પાછો આવતો નથી,
કાયમ વસવસો રહે કે,
નાના હતા ત્યારે કેવી મજા...
જ્યારે નાનું બાળક,
આમ આંખો બંધ કરીને,
માં ના ખોળા મા સુતું હોય ત્યારે,
કેટલૂ શાંત લાગે!
આપણું નાનપણ એટલે આપણો,
અવિસ્મરણીય સમય!!!
માંના ખોળા જેવી હુંફ,
નો કોઈ પર્યાય જ ન હોય શકે,
અને શબ્દ પણ કેવો?? #હુંફ
કોઈ પણ બીજી ભાષા નો શબ્દ,
એની નજીક પણ ન આવી શકે,
માં અને હુંફ- એક બીજા ના પર્યાય!!