વાદળની હૂંફથી ઓગળે આખે આખું આકાશ,
તારી હૂંફથી હું પણ પીગળી જાવ એમ કાશ.
આ છાયા આપતા ઝાડને હશે કોની લીલી #હૂંફ ,
ઊભા પવનનેય એક ધક્કાની હૂંફની આશ.
મુજ કૃષ્ણના વજુદને છે તુજ રાધાની #હૂંફ ,
નજીક આવીને જો ધડકનોની હૂંફનો રાસ.
તું તો મારી અંતર પ્રેરણાની પ્રેમભરી #હૂંફ ,
મારા શબ્દોને તુજ થકી ની:શબ્દની #હૂંફ ખાસ.
હર સંબંધ ગોતે એકબીજામાં વિશ્વાસની #હૂંફ ,
જીવન આપણું જાણે આપણી જ હૂંફનો શ્વાસ.
હું "પરમ" તરહ સરકી રહ્યો તારી હૂંફથી,
તુંય "પાગલ" #હૂંફ થઈ આવ થોડી મારી પાસ.
#હૂંફ