ગુલાબ જેવું ઉત્સાહી કોઈ નહીં. છોડ પર હોય તો જોઈને આનંદ થાય. સજાવટમાં વપરાય ત્યારે સુંદરતામાં વધારો કરે. પ્રિયતમાને અપાય ત્યારે મધુરતા વધારે. અત્તરમાં વપરાય ત્યારે મઘમઘાટ ફેલાવે. વરાળમાં બફાય તો ગુલાબજળ બનીને ઠંડક વધારે. રસોઇમાં વપરાય તો સ્વાદિષ્ટતા વધારે. સૌથી મહત્વનું ભગવાનને ચઢે ત્યારે ભક્તિ વધારે .કોઈપણ સ્વરૂપમાં એ તમારો ઉત્સાહ વધારે.
#ઉત્સાહી