તું છે મારી દુનિયા
તારા માં સમાણી હું
તું છે મારી રચનારી
તારા માં રચાણી હું
તું છે મારી ડાયરી
તારા માં લખાણી હું
તું છે મારી પ્રેમ વાદળી
તારા માં ભીંજાણી હું
તું છે મારી કવિતા
તારા માં ગવાઈ હું
તું છે મારી પાલનહાર
તારા માં ઉછરી હું
તું છે મારી "માઁ"
તારા ઉર માં જન્મી હું