Gujarati Quote in Poem by Setu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભયાવહ રાત....

એક એવી રાત,
સૂમસામ ને ભયાવહ,
કાળનું કપટ જાણે,
બિયામણું બહુ લાગે,
સૂસવાટા સુનવતા સન્નાટા,
ને વીજળીના ચમકારા,
ભેદ ખોલતા ખુંખારા,
દૂરથી આવતા નિર્દયી નાદ,
ને વેદના વાદળોની,
વરસાદી  ઝોકાં ઝાટકે ચડ્યાં,
અંધારાં અવનીના અથમતા જણાય,
દૂરથી ચીરતો આવતો કોઈ પ્રકાશ,
ને તમરા ના ચિત્કાર માં કપટ સમાય,
વાગોડ ચિલ્લાય ને ચાડી ખાય,
બિહામણું બહુ બહાર જણાય,
ને એનાંથી વધારે મનમાં કળાય,
પરસેવાની ધ્રુજારી ચારેકોર પથરાય,
ને ડરનો માહોલ એ રાતમાં સહાય!

Gujarati Poem by Setu : 111484251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now