ખુલ્લી આંખ નું સ્વપ્ન કામિયાબ થઈ ગયું.
કે જાણે ગમતું સ્વપ્ન નાયબ થઈ ગયું.
બંધ હોય કે ખુલ્લી હોય પણ ચૂવે છે જરૂર,
આંખ માંથી નુર જાણે ગાયબ થઈ ગયું છે.
રાત છત કેરી દિવાલ જોતા વીતી જાય છે.
ને પ્રભાતે આંખ મળતા જવાબ થઈ જાય છે.
તારી દીવાનગી તને મુબારક છે અનિલ,
કવિતા સંગ જીવન મારું નવાબ થઇ જાય છે.