અલાર્મ.....
સવાર સવારમા જેમ અલાર્મ ઘંટડી વગાડે,
દિલમા નવી યોજનાઓની જયોત જગાડે,
સમય સાથે કામ કરવા કટીબધ્ધતા બતાડે,
આતો સમય મુજબની જીવનશૈલી શીખવાડે,
સવાર સવારમા......
પોતાની જવાબદારીઓના બોજા સાથે,
જવનમા ફરજ નિભાવવાની નિતી જગાડે,
મુશ્કેલ સમયમા સથવારાની આસ સાથે,
સાચા સથવારો વિષમ પરીસ્થીતી ભગાડે,
સવાર સવારમા......